Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આણંદમાં મધ્યરાત્રીના સુમારે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરોની 18 હજારની મતા ભરેલ બેગ તફડાવી છુમંતર થતા ગઠિયાને પોલીસે ઝડપી પાડયો

આણંદ: રેલવે પોલીસે પરમદિવસની મધ્યરાત્રીના સુમારે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરની ૧૮૭૦૦ની મત્તા ભરેલી સ્કૂલ બેગની ચોરી કરીને ભાગવા જતા નડીઆદના ચોરને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૭મી તારીખના રોજ નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર ઉપર હાજર હતી ત્યારે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન આવી ચઢતાં એક શખ્સ ચાલુ ટ્રેને સ્કૂલ બેગ સાથે ઉતરીને ભાગવા જતો હતો જેથી પોલીસે તેને ઝડપી પાડીને બેગ અંગે પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેને પોલીસ મથકે લઈ જઈને આકરી પૂછપરછ કરતાં બેગ તેણે ચાલુ ટ્રેન દરમ્યાન સુઈ ગયેલા એક મુસાફરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેનું નામઠામ પૂછતાં તે મુળ પાટણનો પરંતુ હાલ નડીઆદ રેલવે ગોદીમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:31 pm IST)