Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

વડોદરાના તરસાલી વિસ્તારમાં રેતી ભરેલ ડમ્પરે વૃદ્ધને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:શહેરના તરસાલી વિસ્તારમાં સુશેન ચાર રસ્તા પાસે આજે સવારે રેતી ભરેલા કાળમુખા ડમ્પરે મોપેડ પર જતા વૃધ્ધને અડફેટમાં લેતા વૃધ્ધનું ઘટના સ્થળે મોત થયુ હતું. અકસ્માતથી ગુસ્સે ભરાયેલા લોકોએ સુશેન ચાર રસ્તા પાસે ચક્કા જામ કરી દેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મકરપુરા ડેપો પાછળ આવેલા શિવ શક્તિ નગરમાં રહેતા બંસીભાઇ બળવંતરાય સુરતી (.૬૫) આજે સવારે ૧૦.૩૦ વાગ્યે મોપેડ લઇને સુશેન ચાર રસ્તા પાસેથી પસાર થતાં હતા ત્યારે તરસાલી તરફથી ધસી આવેલા એક ડમ્પરે તેમને અડફેટમાં લીધા હતા.ડમ્પરની ટક્કરે ઉછળી પડેલા બંસીભાઇ રસ્તા પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયુ હતું. બંસીભાઇ આજે તેમના ભાઇના ઘરે જમાવનું હોવાથી તેઓ ત્યાં જઇ રહ્યા હતા પરંતુ રસ્તામાં કાળ તેમનો કોળીયો કરી ગયો હતો.

(5:21 pm IST)