Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

રમ્પના બંદોબસ્તમાં આવેલ બહારગામના પોલીસકર્મીઓ માટે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા

ચાર દિવસ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે : 20,000 જેટલા પોલીસકર્મીને પોઇન્ટ ફાળવી દેવાયા

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની સોમવારની અમદાવાદની મુલાકાતને પગલે આજથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોડી સાંજ સુધીમાં બહારગામથી બંદોબસ્તમાં આવનારા પોલીસકર્મીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓને મોટેરા, સાબરમતી, એરપોર્ટની આસપાસ આવેલી વાડીઓ, મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ અને કેટલીક શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  મોટેરા સ્ટેડિયમમા બંદોબસ્ત માટે આવેલી મહિલા પોલીસકર્મીઓને આશારામ આશ્રમ પાસે આવેલી મુકબધીર શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લોકો 24 ફેબ્રુઆરી રાત સુધી તમામ પોલીસ બંદોબસ્તમાં રહેશે. બહારગામથી આવેલા પોલીસકર્મીઓના રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી છે.
  ચાર દિવસ માટે પોલીસકર્મીઓને બંદોબસ્તની જગ્યા પર જ ફૂડ પેકેટ ફાળવવામાં આવશે. 20,000 જેટલા પોલીસકર્મીઓને આજથી બંદોબસ્તના પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. 23મી રાત સુધી બે શિફ્ટમા પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. 24મીએ આખો દિવસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રોડ બંદોબસ્ત, એરપોર્ટ, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમમાં બંદોબસ્ત આજથી જ લાગુ કરી દેવાયો છે.

(1:54 pm IST)