Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભારતીય ચલણી સિક્કા નહિ સ્વીકારનારને જેલની સજા થઈ શકે : નર્મદામાં 10 રૂપિયાનો સિક્કો નહિ સ્વીકારતાં વેપારીઓની મોકાણ : ગ્રાહકો હેરાન

10 રૂપિયાનો સિક્કો ન સ્વીકારનારને જેલની સજા થઈ શકેનો નિયમ હોવા છતાં રાજપીપળાના અમુક વેપારીઓની મનમાનીમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં રૂપિયા ૧૦ ના સિક્કાની ફરી રામાયણ ઉભી થઇ છે. કેટલાક વેપારીઓ ભારતીય ચલણ નો આ કોઈન ન સ્વીકારતા ગ્રાહકો ને મુશ્કેલી થઈ રહી છે ત્યારે કેટલાક ગ્રાહકો પણ આવા વેપારીઓને નિયમનું પાલન કરાવવા સબક શીખવાડતા પણ નથી ચૂકતા
 હાલમા જ રાજપીપળાના એક વેપારીનો પુત્ર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા જતા ત્યાંના કર્મચારી એ ૧૦ ના સિક્કા લેવાની ના કહી ત્યારબાદ આ ગ્રાહક અને પંપના કર્મચારી વચ્ચે બોલાચાલી થતા વેપારી પુત્ર એ પણ પાછી પાની નહિ કરી કર્મચારી ને કાયદાનો પાઠ ભણાવવા સીધો પોલીસ ને ફોન કરતા પોલીસ વાન ત્યાં આવી કાયદાનો પાઠ ભણાવ્યો ત્યારબાદ ૧૦ રૂપિયા નો સિક્કો સ્વીકાર્યો હતો.આમ ગ્રાહકની જાગૃતતા અને પોલીસે કાયદા નો અમલ કરાવતા મામલો થાળે પડ્યો હતો બાકી ભારતીય ચલણી સિક્કા નહિ સ્વીકારનાર ને જેલ ની સજા પણ થઈ શકે છે.

(12:16 pm IST)