Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

સુરત ભાજપના અગ્રણીના પુત્ર અને જમાઈની ધરપકડ દુકાન મોર્ગેજમાં મૂક્યા બાદ ત્રણ લોકોને વહેંચી નાખી

દુકાન ખરીદનારને જાણ થતા નોંધાવી ફરિયાદ:પોલીસે બન્ને શખ્સોની કરી ધરપકડ

સુરત શહેરના ભાજપના અગ્રણી જીતુ બારોટના પુત્ર અને જમાઇની ધરપકડ કરવામાં આવી છે.પુત્ર ચારુલ બારોટ, જમાઇ નેહલ અનિલની ધરપકડ કરી છે. દુકાન બારોબાર વેચવા મુદ્દે બંન્નેની ધરપકડ કરવામાં આવી છે. રઘુવીર ઝનેસ પાર્કની દુકાન મોર્ગેજમાં મુકી હતી. દુકાન મોર્ગેજમાં મૂક્યા બાદ 3 લોકોને વહેંચી હતી

દુકાન ખરીદનારને જાણ થતા નોંધાવી ફરિયાદ નોંધાવી છે. રાકેશ દેઢિયાએ ફરિયાદ લખાવી છે. ત્યારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

12 લાખ ઉઘરાવી સાટાખાત કર્યો હતો. 12 લાખ ઉઘરાવી દસ્તાવેજ ન આપ્યો. ત્યારે રાકેશ દેઢિયાએ ફરિયાદ નોંધાવી છે.

(10:47 am IST)