Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનું રિહર્સલ કરશે પોલીસ:10 હજાર પોલીસકર્મીઓ થશે સામેલ

અમેરિકાની 110 સેટેલાઇટ મારફતે ગુજરાત પર વોચ :અમેરિકા સુરક્ષા એજન્સીના 400 થી વધુ પોલીસ અધિકારીઓએ ગુજરાતમાં ધામા: સાત લેયરમાં ઉભી કરવામાં આવી સુરક્ષા

અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકી સુરક્ષા એજન્સીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે અને પોલીસ પણ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતનું રિહર્સલ કરવા જઈ રહી છે. જેમાં 10 હજાર પોલીસકર્મીઓ સામેલ થશે.

 આ ઉપરાંત ટ્રમ્પના આગમનના 24 કલાક પહેલાંથી એરફોર્સની ટીમ આકાશમાં સતત પાયલોટિંગ કરશે. અમેરિકા સુરક્ષા એજન્સીના 400 થી વધુ પોલીસ અધિકારીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. અમેરિકા 110 સેટેલાઇટ મારફતે ગુજરાત પર વોચ રાખી રહ્યુ છે. મોદી-ટ્રમ્પના રોડ શોથી માંડી ગાંધી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમ સુધી એનએસજી કમાન્ડો તૈનાત જોવા મળશે.

ટ્રમ્પના રોડ શો સમયે સાત લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ટ્રમ્પની કાર બિસ્ટની સૌથી નજિક યુએસ સિક્રેટ કમાન્ડો હશે. જે બાદ એસપીજી, એનએસજી, સીઆરપીએફ સિક્રેટ ઓફિસર અને અંતમાં ગુજરાત પોલીસ તૈનાત જોવા મળશે. ગુજરાત પોલીસના ડીઆઈજી સહિત 70 અધિકારીઓના ખાસ વેરિફિકેશન માટે ખાસ આઈકાર્ડ બનાવવામાં આવશે.

(10:28 am IST)