Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ફરી તીડના આક્રમણની આશંકાને પગલે ૧૧ સભ્યોની ટીમના બનાસકાંઠામાં ધામા

કેન્દ્રની ટીમે ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી

 

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત થોડા દિવસ અગાઉ તીડના આક્રમણનો ભોગ બની ચુક્યુ છે.ત્યારે ફરી એક વખત તીડના આક્રમણની આશંકા વચ્ચે કેન્દ્રની ટીમે સરહીદી પંથક બનાસકાંઠામાં ધામા નાખ્યા છે.

સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ફરી તીડના આક્રમણની યુએનની એક કમિટીએ આશંકા વ્યક્ત કરી છે. ત્યારે તંત્ર એલર્ટ બની ગયુ છે. અને ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના ૧૧ સભ્યોની ટીમ આજે બનાસકાંઠા પોહચી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઝેશનએ તીડ ના આક્રમણની આશંકાએ વ્યક્ત કરી છે. જેને પગલે તીડ કંટ્રોલ અને તેની તકેદારી માટે શું પગલાં ભરી શકાય તે માટે કેન્દ્રની ટીમે ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

અગાઉ જ્યારે તીડના ઝૂંડે આક્રમણ કર્યુ ત્યારે રાજ્યસરકારનો કૃષિ વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર અને ખેડૂતોએ રાત દિવસ એક કરી જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એલર્ટ બાદ કેન્દ્રની ટીમે જો તીડનું આક્રમણ થાય તો પાણી પહેલા પાળ બાંધવા માટે જ કવાયત કરી છે.

(12:40 am IST)