Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ ના અપાય સુધી પાલનપુરના મોરીયા ગામે રાજકીય પક્ષોને પ્રવેશ પર પ્રતિબંધ

પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થતા તેનો બદલો લેવાની માંગ પ્રબળ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

  કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને જવાબ આપવા દેશભરમાંથી એકસૂરે માંગ ઉઠી રહી છે. વર્ષોથી રાજકીય નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકતા હોવાથી કાશ્મીરનો પ્રશ્ન અધ્ધરતાલ રહી ગયો છે અને વારંવાર થતાં આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદી વહોરી રહ્યા છે. ત્યારે કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થતા તેનો બદલો લેવાની માંગ પ્રબળ થવા પામી છે.

(11:24 pm IST)