Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સુરતના ભટાર ભરવાડ પરિવારના બે પક્ષો વચ્ચે ધીંગાણું :સામસામે હથિયારોથી હુમલો :આઠ ઘાયલ

ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

સુરત ભટાર વિસ્તારમાં ભરવાડ પરિવારના બે પક્ષો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું જેમાં બંને પક્ષોના આઠ લોકોને ઇજા પહોંચી હતી ઘટનાની જાણ ખટોદરા પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

  જાણવા મળ્યા મુજબ અંગત અદાવતને લઈ બોટાદ જિલ્લાના બરવાળામાં રહેતા ભરવાડ પરિવારનો પારિવારિક ઝઘડો સુરત સુધી પહોંચી ગયો હતો.

   ભટાર ખાતે આવેલા તડકેશ્વર મહોલ્લામાં ભરવાડ પરિવારના જ સભ્યો લાખા દેવા ભરવાડ, રાજુ બાબુ ભરવાડ, મહેશ કાના ભરવાડ, શૈલેશ હસુ ભરવાડ રીક્ષામાં હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને વિભા હરી ભરવાડ સહિત ખેંગાર ભીમા ભરવાડ, તેજસ કાના ભરવાડ, સોડા ઝાલા ભરવાડ પર હુમલો કરી દીધો હતો. જેથી પ્રતિકારમાં સામસામે હથિયારોથી હુમલો કર્યો હતો.

  મારામારીના ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરા કેદ થયા હતા હુમલામાં ઇજા થનાર ઇજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(11:12 pm IST)