Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મને ચૂંટણી લડવા કરતા નડવામાં વધુ રસ છે : જનતા કહેશે તો ચૂંટણી લડીશઅલ્પેશ કથીરિયા

પાસના તમામ કાર્યકર્તાઓને જેલમાં મોકલવાનો કારસો

સુરત :પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની વરાછા પોલીસે લાજપોર જેલ ખાતેથી વોરંટ દ્વારા ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અલ્પેશે કહ્યું કે મને ચૂંટણી લડવામાં નહિ પરંતુ નડવામાં વધુ રસ છે. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ રાયોટિંગ ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. જ્યાં અલ્પેશને પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

   રાયોટીંગ ગુનામાં અલ્પેશને જામીન મળી શકે છે પરંતુ રાજદ્રોહ કેસમાં જામીન રદ હોવાથી તેને ફરી લાજપોર જેલ ખાતે મોકલી અપાયો હતો કોર્ટમાં હાજર કરતી વેળાએ અલ્પેશે નિવેદન આપ્યું કે,પાસના તમામ કાર્યકર્તાઓને જેલમાં મોકલવાનો કારસો છે.

અલ્પેશને જ્યારે પૂછવામાં આવ્યું કે,તમે જેલમાંથી ચૂંટણી લડશો,તો અલ્પેશે જણાવ્યું કે,મને ચૂંટણી લડવા કરતા મને નડવામાં વધુ રસ છે. જનતા કહેશે તો ચૂંટણી લડીશ

(7:51 pm IST)