Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

અમદાવાદમાં ગીચ વિસ્તારમાં થયેલ દબાણને હટાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: શહેરમાં ઘણા વર્ષો બાદ શાહપુર અડ્ડાની આસપાસના ગીચ વિસ્તારમાંથી મ્યુનિ.ના મધ્ય ઝોનના ટીડીઓ-એસ્ટેટ ખાતાએ પોલીસના જંગી કાફલા સાથે દબાણો હટાવ્યા છે. ગીચ વિસ્તારમાં બેરોકટોક આડેધડ થઈ ગયેલા દબાણોના કારણે ટીપી રોડ પરથી અન્ય વાહનોને પસાર થવામાં પણ હાલાકી પડતી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના ગાળામાં બે જેસીબી, પાંચ દબાણ ગાડીઓ, ૧૦૦ કર્મચારીઓના કાફલા સાથે શાહપુર વિસ્તારમાં પહોંચી ગયા હતા. પોલીસ બંદોબસ્ત એટલો ચુસ્ત હતો કે ૨૦૦ થી ૨૫૦નો સ્ટાફ જોડાયો હતો.

(5:21 pm IST)