Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ વર્ષ પૂર્ણ કરતા રાજેન્દ્ર ત્રિવેદી

 ગાંધીનગર તા.૨૦: તા. ૨૦ આજે સવારે વિધાનસભા ગૃહની બેઠક શરૂ થઇ ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને પ્રથમ વર્ષ પૂર્ણ થયું.

ગૃહમાં આજે અધ્યક્ષે પોતાની એક વર્ષની કામગીરીમાં ગૃહના સૌ સભ્યો દ્વારા  આપવામાં આવેલ સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો અને મારી કોઇ ભૂલ થઇ હોય તો ક્ષમાની વાત દોહરાવી હતી. ગૃહના સૌ સભ્યોએ આ વાતને આવકારી હતી. અધ્યક્ષે આવનાર સમયમાં આવો જ સાથ અને સહકાર મળી રહે તેવી લાગણી વ્યકત કરી હતી.(૧.૯)

 

(11:53 am IST)