Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરતના નવ વર્ષના આકાશનું અપહરણ-હત્યાનો આરોપી રાજેન્દ્ર શાહુ ઝડપાયો

પોતાના પિતા અને ભાઇના મોત માટે આકાશના પિતાને જવાબદાર માનતો હોવાથી કૃત્ય આચર્યાની કબૂલાત

સુરતમાં નવ વર્ષના માસુમનું અપહરણ કરીને હત્યા કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો હતો. આરોપી રાજેન્દ્ર શાહુએ 9 વર્ષિય બાળકને તાપી નદીમાં ફેંકી હત્યા કરી દીધી હતી.9 વર્ષિય પુત્ર આકાશ ગત તારીખ 7મીના બપોર બાદ ગુમ થઈ ગયો હતો. ભારે શોધખોળ બાદ પણ બાળકનો પતો લાગતા પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.    પોલીસ પૂછપરછમાં રાજેન્દ્ર શાહુએ જણાવ્યું હતું કે, વર્ષ 2001 અને 2005માં પિતા અને ભાઈનું મોત થયું હતું. જેની પાછળ તે આકાશના પિતાને જવાબદાર માનતો હતો. જેથી તેણે કૃત્ય આચર્યું હતું. પોલીસે હાલ તો આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:08 am IST)