Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ચરોતરમાં જળસંકટના એંધાણ :ભાલપંથકમાં પીવાના પાણી માટે ત્રણ તળાવોની પાણી આરક્ષિત કરાયું :ચાર મહિના કેનાલોમાં પાણી બંધ રાખવા નિર્ણય ;ખેડૂતોને બેવડો માર

આણંદ :ચરોતરમાં પણ જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. એક તરફ ભાલપંથકમાં પીવાના પાણી માટે ત્રણ તળાવોનું પાણી આરક્ષિત કરાયું છે  બીજી તરફ જિલ્લાની કેનાલોમાં ઉનાળા દરમિયાન સિંચાઇ માટે પાણી નહીં છોડવાનો નિર્ણય કરાયો છે. કેનાલોની મરામત માટે ચાર મહિના પાણી બંધ રાખવાનું કારણ આપવામાં આવ્યું છે પરંતુ એક તો ઓછો વરસાદ અને બીજીબાજુ કેનાલોમાં પાણી બંધના બેવડા માર વચ્ચે ધરતીપુત્રોને પીસાવાનો વારો આવશે. તેમ ચર્ચાઈ રહયું છે

(11:25 pm IST)