Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વડોદરામાં કુખ્યાત શખ્સના જુગારધામમાં દરોડો :19 જુગારી ઝડપાયા :2,25 લાખનો મુદામાલ જપ્ત

વડોદરા :શહેરના નવાપુરા મહેબુબપુરામાં કુખ્યાત અસલમ બોડીયો અને તેનો ભાઇ અસગર કુકરીનો જુગાર રમાડતાં હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતાં જુગાર રમી રહેલા 19 જુગારી ઝડપાઇ ગયો હતો. જો કે અસલમ બોડીયો ફરાર થઇ ગયો હતો. પોલીસે બંનેની શોધખોળ શરુ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી 50400 રોકડા, 10 મોબાઇલ અને ત્રણ વાહન મળી 2,25,400 રુપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અસલમનો ભાઈ પોલીસને હાથ લાગ્યો હતો 

(11:24 pm IST)