Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અમદાવાદના નરોડા વિસ્તારમાં રિક્ષાચાલકની તીક્ષણ હથિયાર વડે હત્યા :બનાવ સીસીટીવીમાં કેદ

રિક્ષાચાલકને રિક્ષામાંથી બહાર કાઢીને મારકૂટ કર્યા બાદ તીક્ષણ હથિયારના ઘા ઝીકી દીધા

અમદાવાદના નરોડા વિસ્તાર પાસે આવેલા ગેંલેક્સી સિનેમા પાસે એક રીક્ષા ચાલકને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી  મચી જવા પામી છે. ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ છે જાણવા મળ્યા મુજબ કલ્પેશ નામના વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે.વધુમાં  મળતી માહિતી મુજબ જે વ્યક્તિની હત્યા થઇ હતી તે વ્યક્તિને હત્યારા દ્વારા અગાઉ પણ ધમકી આપવામાં આવી હતી. અને હવે છેડતી કરશે તો જાનથી મારી નાખવાનું પણ કહ્યું હતું.
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કે રીક્ષા ચાલકને રીક્ષામાંથી બહાર કાઠીને તેની જોડે હાથાપાઇ કરવામાં આવી અને બાદમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી દેવાયા હતા

(11:17 pm IST)