Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરત:ઓલપાડમાં સાસુ-વહુના ઝઘડાનો કરુણ અંજામ :સાસુએ ઝેરી દવા પીતા ગંભીર ;વહુએ ગળેફાંસો ખાતા મોત

 

સુરતઃઓલપાડમાં  સાસુ-વહુના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો.સાસુ અને વહુ વચ્ચે ઝઘડા બાદ સાસુએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યારે વહુએ ડરના કારણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેથી વહુનું મોત નિપજ્યું છે. જ્યારે સાસુની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો ઓલપાડના બરબોધન ગામમાં પ્રિયંકા સતીષ પટેલ(..25) પરિવાર સાથે રહે રહેતી હતી. બે વર્ષના લગ્નગાળામાં એક 9 માસનો દીકરો છે. પિતા-પુત્ર ઘરે હાજર હતા. દરમિયાન સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું 

(11:15 pm IST)