Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સુરતના ડીડોલીમા ચોકલેટની લાલચ આપી બે બાળકીને મોબાઈલમાં બીભત્સ ચિત્રો બતાવનાર નરાધમને કોર્ટે દસ વર્ષની સજાની સુનવણી કરી

સુરત:ના ડીંડોલી વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બે બાળકીને ચોકલેટની લાલચ આપીને ઘરમાં લઇ જઇને મોબાઇલ ફોન પર બિભત્સ ચિત્રો બતાવીને વિકૃત આનંદ લેનાર આરોપીને આજે કોર્ટે ગુનામાં તકસીવાર ઠરાવીને  પોકસો એકટ હેઠળ ૧૦ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

ડીંડોલી વિસ્તારમાં આવેલ બાલાજીનગર સી.આર.પાટીલ રોડ પર રહેતા અર્જુન ઉદયરામ લોહારે સને-૨૦૧૫માં બે સાત વર્ષીય બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીને દુકાને લઇ જવાના બહાને તેના ઘરે લઇ જતો હતો. ઘરમાં મોબાઇલ ફોનમાં નગ્ન ફિલ્મો બતાવતો હતો. અને આ ફિલ્મો બતાવતા બતાવતા તેઓના શરીર ઉપર તથા ગુપ્તાંગ ઉપર હાથ ફેંરવીને વિકૃત આનંદ માણતો હતો.

આ કેસમાં ડીડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ૨૫-૧-૧૫ ના રોજ ધરપકડ થઇ હતી. ત્યારબાદ તેના વિરૃધ્ધ સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા આજે અંતિમ સુનાવણી હાથ ધરાતા કોર્ટે આરોપીને પોકસોની કલમો હેઠળ કસુરવાર ઠરાવીને ૧૦ વર્ષની સજા અને રૃા.૩,૦૦૦ નો દંડ ફટકાયો હતો. તેમજ ભોગ બનનારને રૃા.૨૫,૦૦૦નું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

(6:33 pm IST)