Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અમદાવાદમાં ટી.બીના રોગમાં વધારો: એક વર્ષમાં 326 દર્દીઓએ જીવ ગુમાવવાની નોબત આવી

અમદાવાદ:શહેરમાં ટી.બી.નો રોગ દિનપ્રતિદીન વધી રહ્યો છે. ગત વર્ષ ૨૦૧૭માં શહેરમાં મ્યુનિ.હોસ્પિટલોમાં ટી.બી.ના કુલ ૧૦,૦૫૭ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૨૬ દર્દીઓના મોત નિપજ્યા હતા. અસારવા, શાહપુર, વટવા, ગોમતીપુર, અમરાઇવાડી, દાણીલીમડામાં સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. અસારવા વોર્ડમાં સૌથી વધુ ૨૪ દર્દીઓના મોત થયા હતા.
ટી.બી.ના રોગને જળમૂળથી નાબૂદ કરવાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઇ છે. આધુનિક જીવનશૈલી અને સારવારમાં રખાતી કચાસ આ રોગને વધુ વકરાવે છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સધન અભિયાન ચલાવાય છે છતાંય આ રોગ દર વર્ષે સેંકડો લોકોનો ભોગ લઇ રહ્યો છે. અને હજારોને તેની અસર હેઠળ આવરી રહ્યો છે.

શહેરના ૪૮ વોર્ડમાંથી એકપણ એવો વોર્ડ નથી જ્યાં ટી.બી.ના દર્દીનું મોત થયું નહોય. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આ રોગના દર્દીઓ વધુ જોવા મળ્યા છે. પોશ વિસ્તારોમાં તેની સંખ્યા ઓછી છે. શહેરમાં તા. ૨-૧૦-૧૭થી ફિક્સ ડોઝ કોમ્બીનેશન પ્રમાણે દર્દીઓને દવાઓ આપવામાં આવી રહી છે.

(6:30 pm IST)