Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અણસોલી નજીક પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 6.54 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોડાસા:નેશનલ હાઈવે માર્ગના અણસોલ નજીકથી પસાર થતાં રાજસ્થાન પાસીંગના ટ્રકમાં બનાવાયેલા લાકડાના બોક્ષમાં ભરી રાજયમાં ઘૂસાડાતો રૃપિયા ૬.૫૪ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પડાયો હતો. શામળાજી પોલીસની નાકાબંધીમાં ઝડપી પડાયેલ આ વિદેશી દારૃની ૫૨૩૨ બોટલોની હેરાફેરીમાં સંડોવાયેલા બે શખ્શોને ઝડપી હવાલાતે કરાયા હતા.
જયારે પોલીસે ૩ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી વિદેશી દારૃ ના જથ્થા સહિત ટ્રક,મોબાઈલ મળી કુલ રૃપિયા ૧૬,૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
શામળાજી પોલીસ સ્ટેશનના પોસઈ એમ.બી.ગઢવી સહિત પોલીસ ટીમ દ્વારા સોમવારના રોજ નેશનલ હાઈવે માર્ગના અણસોલ સ્ટેન્ડ નજીક નાકાબંધી કરાઈ હતી.પોલીસની નાકાબંધી દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રકને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન આ ટ્રકમાં બનાવવામાં આવેલ લાકડાના બોક્ષની આડમાં ભરી લાવવામાં આવેલ વિદેશી દારૃની ૧૦૯ પેટીઓનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો. શામળાજી પોલીસે વિદેશી દારૃની ૫૨૩૨ બોટલો કિંમત રૃપિયા ૬,૫૪,૦૦૦ નો જથ્થો કબ્જે લઈ આ હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી રઈસ અલીસેર વણજારા(મુસ્લીમ) રહે.મદનાપુર સરકારી હોસ્પીટલ પાછળ,તા.રોજા, જિ.શાહજહાનપુર (ઉત્તર પ્રદેશ) અને વિનોદકુમાર ભોલારામ જાટ રહે.જાલરા, તા. નીમકથાના, જિ. સીકર (રાજસ્થાન) નાઓને ઝડપી હવાલાતે કર્યા હતા. જયારે દારૃ નો જથ્થો ભરી આપનાર હરીયાણાના રેવાડીના રહીશ રવીન્દ્ર સહિત ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૃ ના જથ્થા સહિત ટ્રક,મોબાઈલ નંગ-૧ મળી કુલ રૃપિયા ૧૬,૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(6:30 pm IST)