Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ખેડામાં જુદા-જુદા ચાર અકસ્માતમાં 6 ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં હલધરવાસ, ઉત્તરસંડા, ભૂમેલ તેમજ મરીડા બાયપાસ રોડ ઉપર અકસ્માત સર્જાયા હતા. આ ચાર અકસ્માતમાં છ જણાને ઈજા થવા પામી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મહેમદાવાદ તાલુકાના સરસવણી ભાથીજી મંદિર પાસે રહેતા દશરથભાઈ ભૂપતભાઈ ભોજાણી ગત તા. ૧૫-૨-૨૦૧૮ના રોજ મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે હલધરવાસ-સરસવણી રોડ ઉપર સામેથી પૂરઝડપે આવેલ મોટરસાયકલ નં. જીજે-૭-સીજી-૨૪૮૩ બાઈક સાથે અથડાયું હતું. જેથી બાઈકચાલક દશરથભાઈ ભોજાણીને જમાણા પગે ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે જેસીંગભાઈ અમરાભાઈ ભોજાણીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ ઉત્તરસંડા ઈચ્છાપુરા આઈટીઆઈ પાસે સજાર્ેયો હતો. જેમાં આણંદ જિલ્લાના સારસામાં રહેતા રમણભાઈ રાઠોડ ગત તા. ૧૭-૨-૨૦૧૮ની રાત્રે પિયાગો રિક્ષા નં. જીજે-૭-વાયઝેડ-૫૫૫૧માં જઈ રહ્યા હતા. ત્યારે ઉત્તરસંડા આઈટીઆઈ નજીક પિયાગો ચાલકે પૂરઝડપે હંકારી આગળ જતી આઈશર પાછળ અથડાવતાં રિક્ષાને નુકસાન થયું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા રમણભાઈ નારણભાઈ રાઠોડ તથા અન્ય મુસાફરોને ઈજા થવા પામી હતી. આ ઉપરાંત અકસ્માતનો ત્રીજો બનાવ નડિયાદ-આણંદ રોડ ભૂમેલ અંબાજી માતા મંદિર નજીક સર્જાયો હતો. જેમાં ગત તા. ૧૭-૨-૨૦૧૮ના સાંજે પૂરપાટ ઝડપે પસાર થતા મોટરસાયકલ નં. જીજે-૭-સીએચ-૫૦૨૫એ રોડની સાઈડમાં ચાલતા જતા ગંગાબેન પ્રજાપતિને ટક્કર મારી બાઈકચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંગાબેન પ્રજાપતિને માથામાં ઈજા થઈ હતી. જ્યારે અકસ્માતનો ચોથો બનાવ નડિયાદ-ડાકોર રોડથી મરીડા બાયપાસ ઉપરથી પસાર થતી એક્ટીવા નં. જીજે-૭-સીજે-૦૦૩૪એ મહેબુબમીયાં ઈમામીયાં શેખને ટક્કર મારતાં ઈજા કરી હતી.

(6:27 pm IST)