Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પાટણના હારીજ ચાણસ્મા બેઠકમાં ભાજપ, રાધનપુરમાં કોંગ્રેસનો વિજય

પાટણ, તા.૨૦ : જીલ્લામાં હારીજ ચાણસ્મા રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી હાથ ધરાતા હારીજ, ચાણસ્મા ભાજપે કબજે કરી છે જયારે રાધનપુર પાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે.

હારીજમાં ભાજપને ૧૭, કોંગ્રેસ-૭, હારીજ નગરપાલિકામાં ૬, વોર્ડ અને ૨૪ બેઠકો છે. જેની ગણતરી થતા ભાજપે ૧૭ બેઠકો મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસને સાત બેઠકો મળી છે. ચાણસ્મા ભાજપને ૨૨, કોંગ્રેસ-૨ ચાણસ્મા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ-૬, બેઠકો ૨૪ છે. જેમાં ભાજપે ૨૨, બેઠકો મેળવી ઝળહળતો વિજય પામ્યો છે. જયારે કોંગ્રેસને ફકત બે બેઠકો જ મળી છે. રાધનપુરમાં કોંગ્રેસે પાલિકા કબ્જે કરી છે. પાલિકાની વોર્ડ-૭ અને બેઠકો ૨૮ છે. કોંગ્રેસે ૧૬ બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવ્યો છે. જયારે ભાજપને ફકત ૧૨ બેઠકો મળી છે.

પાટણ જીલ્લાના ચાણસ્મા વિધાનસભાની બેઠક ઉપર ભાજપના દિલીપભાઈ ઠાકોર ચૂંટાઈ વિજય મેળવેલ. તેમના મતવિસ્તાર હારીજ - ચાણસ્મામાં ભાજપે ભગવો લહેરાવી પાલિકા જીતી છે. જયારે રાધનપુર - બેઠક કોંગ્રેસના અલ્પેશ ઠાકોર વિજયી થયેલ. જેમણે કોંગ્રેસની બેઠક જીવતી રાખી છે.

(4:26 pm IST)