Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બિઝનેસ માટે શાર્કઆઇડીની રજૂઆત

અમદાવાદ, તા.ર૦: સ્માર્ટ ફોનબૂક એપ શાર્કઆઇડી દ્વારા કોર્પોરેટ કાર્ડથી સક્ષમ 'શાર્કઆઇડી ફોર બિઝનેસ' ની રજૂઆત કરી છે. તે પ્રોફેશનલ (એમ્પ્લોઇડ અને સેલ્ફ એમ્પ્લોઇડ), બિઝનેસમેન, એસએમઇ અને બ્રાન્ડ્સને લક્ષમા રાખે છે. ટેકનોકેટ અને સિરિયલ એન્ટરપ્રેનોર રમેશ સિંહા દ્વારા સ્થાપિત શાર્કઆઇડી  એ એક સ્માર્ટ ફોનબૂક છે જે આપોઆપ ઓટોઅપડેટ થાય છે અને ડિજિટલ કાર્ડ ફોર્મેટ પર લક્ષ આપે છે. જયારે કંપની કાર્ડ રજીસ્ટર્ડ (ઓટીપી દ્વારા વેરીફાઇડ) કરવામાં આવે છે. ત્યારે અનેક ફિલ્ડ્સની માહિતી તેમાં ઉમેરાય છે જેના કારણે કોર્પોરેટ કાર્ડ બને છે.

કંપની નામ કે બ્રાન્ડ નેઇમ ડાયલ કરવાથી નજીકના આઉટલેટ સાથે ડાયલર કનેકટ થાય છે. (દા.ત.પિઝા હટ ડાયલ કરશો તો નજીકના પિઝા હટ આઉટલેટ સાથે કનેકટ થઇ શકાશે.) કંપનીના દરેક કર્મચારીને શાર્કઆઇડી બિઝનેસ કાર્ડ આપી શકાશે અને ડેટાબેઝ રિયલટાઇમમાં અપડેટ થશે. એન્ટરપ્રાઇઝ માટે, કંપની અંતર્ગત કમ્યુનિકેશન માટે અને ગ્રાહકો સાથે કમ્યુનિકેટ કરવા માટે સરળતા મળે છે. એ જ રીતે હાઇરિંગ હેતુથી પણ શાર્કઆઇડી થી બેકગ્રાઉન્ડ ચેક પણ થઇ શકે છે.

જેમાં વ્યકિત એ જોઇ શકે છે કે સંબંધિત વ્યકિત સંસ્થાની કોઇ વ્યકિત સાથે કનેકટેડ છે કે કેમ. ૨.પ લાખથી વધુ ડાઉનલોડ્સ, ૨પ લાખ કોલ્સ, ૩પ૦ લાખ મોબાઇલ નંબર નેટવર્ક અને પ૦ લાખ કોલર ડિસ્કવરીઝ સાથે કંપની યુઝને એકિપિરિયન્સને વધારવા માગે છે અને ભારતમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧૦ મિલિયન સુધી યુઝરપૂલ વિસ્તરિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

(4:42 pm IST)