Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભરૂચ જિલ્લામાં કોરોનાના રેકોર્ડબ્રેક 408 પોઝીટીવ કેસ નોંધાયા: 216 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

બે દિવસથી સતત કેસમાં આ પેટર્નથી થતો વધારો ચિંતાજનક

ભરૂચ જિલ્લામાં આજરોજ 408 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી વધુ નોંધાયેલ કેસનો આંક છે. આ અગાઉ બુધવારે ૩૦૦ અને મંગળવારે ૨૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બે દિવસથી સતત કેસમાં આ પેટર્નથી થતો વધારો ચિંતા સર્જી રહ્યો છે.બીજી તરફ આજે ૨૧૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્રીજી લહેરમાં કોરોનાના કારણે ૨ લોકોના મોત નિપજ્યા છે.

(10:01 pm IST)