Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વરસાદની આગાહીથી સરહદી વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટયા: જીરુ, રાયડો તેમજ ઈસબગુલના પાકને નુકસાન થવાની ભીતિ

વરસાદની આગાહીના પગલે વાદળછાયુ વાતાવરણ થતાં કાળીયો અને ચરમી નામનો રોગ આવવાની ભીતિ સર્જાઈ

બનાસકાંઠા: વરસાદની આગાહીના પગલે સરહદી વિસ્તારમાં જીરાના પાકને જમીનો રોગ આવવાની ભીતિ સર્જાઈ છે,

રવી સીઝનમાં ખેડૂતોએ જીરાના પાકમાં મોટું વાવેતર કર્યું છે,ત્યારે વરસાદની આગાહીથી સરહદી વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.
વરસાદની આગાહીના પગલે વાદળછાયુ વાતાવરણ થતાં કાળીયો અને ચરમી નામનો રોગ આવવાની ભીતિ સર્જાઈ છે.
જો સરહદી વિસ્તારમાં વરસાદ પડશે તો જીરુ રાયડો તેમજ ઈસબગુલના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. (મયુરભાઈ ઠક્કર)

(9:26 pm IST)