Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર 1,46,43000ની કિંમતનું 14.643 કિલો ચરસથી ભરેલ કાર અને એક આરોપીની ધરપકડ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સરાહનીય કામગીરી બદલ બનાસકાંઠા પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે #GujaratPolice સતત કાર્યરત છે, ત્યારે આજરોજ બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર 1,46,43000 ની કિંમતનું 14.643 કિલો વજનની ચરસથી ભરેલ એક કાર ઝડપી અને એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી, આ સરાહનીય કામગીરી બદલ બનાસકાંઠા પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે

(7:50 pm IST)