Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોર્ટોમાં વકીલોની પ્રવેશબંધીના મામલે સાંજે ચીફ જસ્‍ટીશ સાથે ગુજરાતના તમામ બાર એસો.ની વર્ચ્‍યુઅલ મીટીંગ

રાજકોટ તા. ર૦ :.. કોરોના અને ઓમિક્રોનના વધતાં કેસોના સંદર્ભે ગુજરાતભરની અદાલતોમાં પક્ષકારો સાથે વકીલોને પણ પ્રવેશીબંધી કરવામાં આવેલ હોય અને ફીઝીકલના બદલે ઓનલાઇન કાર્યવાહી કોર્ટોમાં ચાલતી હોય આજે સાંજના પાંચ વાગે રાજયના તમામ બાર એસો.ના હોદેદારો સાથે ચીફ જસ્‍ટીશ દ્વારા વર્ચ્‍યુઅલ મીટીંગ યોજાનાર છે.
આ મીટીંગ બાદ શું નિર્ણય આવે છે. તેના તરફ વકીલો-લોકોની નજર મંડાઇ છે. કોરોના અને ઓમિક્રોનના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હોય ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગામી તા. ૩૦ જાન્‍યુઆરી સુધી બીજો કોઇ હુકમ ન થાય ત્‍યાં સુધી ફીઝીકલ કાર્યવાહી બંધ કરીને ઓનલાઇન કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય મુજબ પક્ષકારો સાથે વકીલોને પણ પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ હોય વકીલોમાં આ મુદ્‌્‌ે ભારે વિરોધ ઉભો થયેલ છે. આ અંગે તાજેતરમાં બાર કાઉન્‍સીલના પ્રતિનિધિઓ દ્વારા પણ હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી. પરંતુ આગળ અકાષ્‍ટત્‍મક પગલાં વિચારવામાં આવશે તેમ જણાવવામાં આવ્‍યું હતું. દરમ્‍યાન જયાં કોરોનાના કેસો નથી તેવી જગ્‍યાએ કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહી કરવા બાર કાઉન્‍સીલના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દરમ્‍યાન આ અંગે જુદા જુદા બાર એસો. દ્વારા પણ  કોર્ટોમાં તાત્‍કાલીક ફીઝીકલ કાર્યવાહી શરૂ કરવા અને વકીલોની પ્રવેશબંધીને હટાવી કોર્ટોની કામગીરી ચાલુ કરવા ઠરાવો કરીને હાઇકોર્ટમાં મોકલવામાં આવતાં આજે આ અંગે રાજયના  વિવિધ બાર એસો.ના પ્રતિનિધીઓ સાથે હાઇકોર્ટમાં વર્ચ્‍યુઅલ મીટીંગ સાંજે  મળનાર છે. જેમાં આગળનો નિર્ણય લેવામાં આવશે.

 

(3:31 pm IST)