Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોરોના વાઇરસ હૈ એક બડી મહામારી, ઇસકો ફૈલને સે રોકના હમ સબકી જીમ્મેદારી...

ગુજરાતમાં હજુ અઠવાડીયુ કોરોના ઉછળશે, ત્યારબાદ ધીમો પડશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અકિલા સાથે વાતચીતઃ જાન્યુઆરી અંતથી નવા કેસ ઘટવા લાગશે તેવો નિષ્ણાંતોનો મતઃ એકટીવ કેસ પૈકી હોસ્પિટલમાં દાખલ માત્ર બે ટકાઃ તે પૈકી ઓકિસજનની જરૂરિયાતવાળા ૧ ટકાની અંદર

રાજકોટ તા. ર૦ : ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલેએ હજુ એક અઠવાડીયુ કોરોનાના નવા કેસનો ઉછાળો રહેવાનો અને ત્યારબાદ ક્રમશઃ કોરોના હળવો થવાની આશા વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ હાલ એકટીવ કેસ પૈકી મહદઅંશે ઘરે સારવાર લઇનેજ સાજા થઇ જાય છે. હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ એકદમ ઓછું છે.

શ્રી ઋષિકેશ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે તબીબો તેમજ મહામારીના અભ્યાસુઓ અને નિષ્ણાંંતોનો મત એવો છે કે હવે અઠવાડીયા સુધી નવા કેસનો વધારો આવી શકે છે.ત્યારબાદ કેસ ઘટવા લાગે તેવુ લાગે છે. હાલ જે એકટીવ કેસ છે તે પૈકી માત્ર બે ટકા જેટલા જ દર્દીઓએ દાખલ થવું પડયું છે. જેમાંથી ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓ ૧ ટકાની અંદર છે. બે દિવસ પહેલાની સ્થિતિએ કુલ એકટીવ કેસ ૭૯૬૦૦ની સામે માત્ર ૧૪૪૪ દર્દીઓ જ હોસ્પિટલમાં હતા જેમાં હોમ આઇસોલેશનની સુવિધા ન હોવાથી કે અન્ય ગંભીર બીમારી હોવાથી દાખલ થયેલા દર્દીઓનો પણ સમાવેશ થઇ જાય છે.

શ્રી ઋષિકેશ પટેલએ અકિલાને જણાવેલ કે સરકારે ટેસ્ટ વધાર્યાછે ગઇકાલે ૧.૩૯ લાખ જેટલા ટેસ્ટ કરાયેલ જેમાંથી ર૦૯૬૬ પોઝીટીવ માલુમ પડયા છે. રસીકરણ વેગથી ચાલી રહ્યું છે. ગઇકાલે સાંજ સુધીમાં કુલ ૯,પપ,૮ર,૦૯ર ડોઝ અપાઇ ચૂકયા છે.લોકો કોરોનાની ગાઇડલાઇન પાલન કરીસહકાર આપતા રહે. તવી અપીલ છે.

(3:27 pm IST)