Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગુજરાતમાં રસીકરણ વેગવંતુઃ પ્રતિ ૧૦ લાખ લોકોમાંથી ૯.૬૦ લાખે બન્ને ડોઝ લીધા

દેશના મોટા રાજ્યોમાં વેકસીનેશન મામલે ગુજરાત મોખરે : તમામ ૮ મહાનગરપાલીકાઓ તથા ૯ જીલ્લાઓમાં પ્રથમ ડોઝનું કાર્ય ૧૦૦ ટકા

અમદાવાદ,તા. ૨૦ : રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યાં બીજી તરફ કોરોનાની સુરક્ષા માટે વેકસીનેશન અભિયાન પણ વેગવાન છે. સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે પ્રતિ મિલીયન વસ્તીને બન્ને ડોઝ દેવાના મામલે ગુજરાત દેશના મોટા રાજ્યોની યાદીમાં મોખરે છે.

રાજ્યની ૮ મહાનગરપાલીકાઓમાં તમામ વયસ્કોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂકયો છે. ઉપરાંત ૯ જીલ્લાઓમાં પણ પ્રથમ ડોઝ ૧૦૦ ટકા પૂર્ણ થયો છે. સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુજબ રાજ્યમાં પ્રતિ ૧૦ લાખમાંથી બન્ને ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ૯.૬૦ લાખથી વધુની છે. વેકસીનના રખરખાવ માટે ઝોન સ્તરે ૬ અને જીલ્લા મહાનગર સ્તરે ૪૧ સ્ટોર છે. જ્યારે ૨૨૩૬ કોલ્ડ સ્ટોરેજ ચેન પોઇન્ટ રૂપે ઉપલબ્ધ છે.

૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે ૩ જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થયેલ. આ વર્ગમાં ૩૫.૫૦ લાખ કિશોર-કિશોરીઓને વેકસીન દેવાની છે. જેમાંથી માત્ર ૧૭ દિવસમાં જ ૨૩.૦૭ લાખથી વધુને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. જે લગભગ ૬૫ ટકા છે. ઉપરાંત બુસ્ટર (પ્રિકોશન) ડોઝ લેનારની સંખ્યા ૩૩ લાખ જેટલી છે. જેમાંથી ૬૭ હજારથી વધુ (૯.૫૪ ટકા) લોકો આ ડોઝ લઇ ચૂકયા છે.

(2:48 pm IST)