Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોર્પોરેટ ઓફિસની મિડીયા ટીમના ૪ને કોરોના પોઝીટીવ

રાજકોટઃ અમદવાદમાં રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર, કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલભાઈ નથવાણીની ઓફીસ વ્રજમાં કોરોનાએ પગલા પાડયા હોવાનું જાણવા મળે છે. મીડિયા ટીમ સહિતના ૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે. મીડિયા ટીમના શ્રી નારાયણ ભટ્ટ, શ્રી જીતેન્દ્ર દવે અને રાજકોટ ઓફિસમાં શ્રી પારિશ જોષીને કોરોના થતા વર્ક ફ્રોમ હોમ કરી રહયાનું  પણ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે. પારિશ જોશીના પત્નીને પણ કોરોના થયાનું જાણવા મળે છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહયું છે.

(12:41 pm IST)