Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

'ઇફકો' માં સૌરાષ્ટ્રના ખમતીધર ખેડૂત ચેરમેન બન્યા તે શુભ સંકેતઃ રૂપાલા

નેનો ટેકનોલોજીથી ખાતર બનાવતી દુનિયાની પ્રથમ સહકારી કંપની

રાજકોટ તા. ર૦ :.. દેશની અગ્રગણ્ય સહકારી સંસ્થા ઇસ્કોના ચેરમેન પદે રાજયના પૂર્વ સહકાર મંત્રી શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાતા કેન્દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ પ્રસન્નતા પાથરી તેમને અભિનંદન આપ્યા છે.

શ્રી રૂપાલાએ જણાવેલ કે ઇફકોએ દુનિયાની પહેલી સહકારી ખાતર કંપની છે કે જેણે નેનો ટેકનોલોજીથી યુરિયા બનાવી બજારમાં મૂલ્યુ છે. માટીલા ગામના એક સમયના સાધારણ ખેડૂતનો દીકરો અને આજના ખમીરવંતા ખેડૂત આ સંસ્થાના સર્વોચ્ય સ્થાન સુધી પહોંચે તે શુભ સંકેત છે. ઇફકોના વિકાસને સંઘાણીના નેતૃત્વમાં વધુ વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે શ્રી રૂપાલા અને શ્રી સંઘાણીએ અમરેલી જિલ્લામાં સાથે અભ્યાસ કરી કારકીર્દી શરૂ કરેલ. જાહેર જીવનમાં આ જોડી વર્ષોથી મહત્વની ભૂમિકામાં છે.

(10:41 am IST)