Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ચલથાણના બિલ્ડિંગના ગટર સફાઈ દરમિયાન બે કામદારના મોત મામલે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધાશે

પોલીસ તપાસમાં બિલ્ડરની બેદરકારી છતી થતા પોલિસે બિલ્ડર વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે રેસિડેન્ટલ બિલ્ડીંગમાં ચોકપ થયેલી ગટર સફાઈ કરવામાં બે સફાઈ કામદારને બોલાવવામાં આવ્યા હતાં ગટર સફાઈ દરમિયાન બને કામદારનું ગૂંગડાઈ જવાથી મોત નિપજવાની ગંભીર ઘટનામાં પોલીસ તપાસમાં બિલ્ડરની બેદરકારી છતી થતા પોલિસે બિલ્ડર વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે

પલસાણા તાલુકાના ચલથાણ ગામે ને.હા.48 ની બાજુમાં સંજીવની હોસ્પિટલની સામે આવેલ સર્વોત્તમ રેસિડેન્સીની બિલ્ડીંગના ઓ.ટી.એસ.માં બનેલી સંડાસ બાથરૂમની ગટર સફાઈ માટે બિલ્ડરે નજીક રહેતા મૂળ રાજસ્થાનના પ્રમોદભાઈ રાજુભાઇ તેજી હાલ રહે G-1 સનસીટી આરકેડ ચલથાણ તેમજ તેના બનેવી વિશાલ નામદેવ પોળ (38) રહે.રામદેવ સોસાયટી ચલથાણને સફાઇનું કામ આપ્યું હતું સોમવારના રોજ મોડી સાંજે 7:30 વાગ્યાના અરસામાં બને સાળાબનેવી સફાઈ માટે ગટર ખોલી તેમાં કેમિકલ નાખી સફાઈ હાથધરી ત્યાં તો બને ગૂંગડાઈ જતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા બંનેને પલસાણા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટનામાં કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. હેમંત પટેલે જણાવ્યું હતું કે પોલિસે પ્રાથમિક દષ્ટિએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી પોલીસની ઝીણવટ પૂર્વકની તપાસમાં બિલ્ડરે સફાઈ માટે 50 લીટરના એસિડનો કેરબો જાતે લાવીને આપ્યો હોવાનું તેમજ કોઈપણ પ્રકારની સેફટી વિના સફાઈ કામદારને ગટર સફાઈ કરાવતા હોવાનું સામે આવતા બને કામદારના મોત માટે બિલ્ડરની બેદરકારી સામે આવતા પોલિસે બિલ્ડર વિરુદ્ધ સ્વદોષ માનવ વધનો ગુનો દાખલ કરી બિલ્ડરની ધરપકડ કરવાની તજવીજ હાથધરી છે

(12:37 am IST)