Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આદિજાતિ નાગરિકો માટે અપમાનજનક શબ્દ બાબતે પગલાં ભરવાની માગ સાથે નર્મદા યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આદિજાતિ નાગરિકો માટે અપમાનજનક શબ્દ માટે પગલાં ભરવાની માંગ સાથે નર્મદા યુથ કોંગ્રેસ કાર્યકરો દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતી નાગરિકો માટે અપમાન જનક શબ્દ માટે તાત્કાલિક પગલા ભરવા અને ભાજપ સરકાર માફી માંગે ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે “ઇસમો’’ તરીકે અપમાન જનક શબ્દનો ઉલ્લેખ છે. જે આદિવાસી સમાજનું હળહળતું અપમાન કરનાર ભાજપા શાસકનું વધુ એક કૃત્ય છે અને નાગરિકની ઓળખ ઉપર પણ હુમલો છે. આદિજાતીના નાગરિકોને સન્માનને આધીને આદિવાસી સમાજની સંસ્કૃતિ ઓળખને નાશ કરવાનું ભાજપ સરકારનું સુનિયોજીત કાવતરું વધુ એકવાર ખુલ્યુ પડ્યુ છે.
વનબંધુ વનવાસીના નામે આદિવાસી સમાજની ઓળખ ભુંસવાનું ભાજપ સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણને અધિકાર છીનવવામાં આવ્યા છે. આદિવાસી સમાજના બાળકો સૌથી વધુ કુપોષિત અને મહિલાઓ પણ મોટા પાયે કુપોષણનો ભોગ બની રહી છે. મધ્યાહન ભોજના યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સંજીવની દુધ યોજના લાંબા સમયથી બંધ હોવાથી આદિવાસી સમાજના બાળકોને મોટી મુશ્કેલી પડી રહી છે. વનબંધુ યોજનાના નામે કરોડો રૂપિયા ભાજપાના નેતાઓ, મળતીયાઓ સગેવગે કરી રહ્યા છે. જંગલની જમીનના અધિકાર આપવામાં ભાજપા સરકાર આદિવાસી સમાજને લાંબા સમય સુધી અન્યાય કર્યો આદિવાસી આદિજાતી કલ્યાણના સબપ્લાનના નાણા અન્ય જગ્યાએ અન્ય હેતુ માટે ખર્ચીને આદિવાસી પરિવારોને અનેક યોજનાથી વંચિત રાખ્યા, અન્ન નાગરિક પૂરવઠા હેઠળ મળવા પાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓથી આદિવાસી વિસ્તારમાં યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી, અને મળવાપાત્ર જથ્થો પણ મોટા પાયે સગેવગે થઇ રહ્યો છે. ત્યારે આદિજાતી સમાજને હક્ક અધિકાર આપવામાં નિષ્ફળ ભાજપા સરકાર આદિવાસી નગરિકોનું અપમાન કરવાનું અને આદિવાસી સમાજના સવૈધાનિક અધિકારો પર તરાપ મારવાનું બંધ કરે.ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં જે અધિકારીએ આદિવાસી સમાજ નાગરિકો માટે અપમાન જનક શબ્દનો પ્રયોગ કર્યો છે,તેમની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને આદિવાસી સમાજ માટે અપમાન જનક શબ્દ બદલ ભાજપા માફી માંગે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્રઆંદોલન કરવાની ચીમકી આપી હાતી.આવેદન પત્ર આપવામાં નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઇ વસાવા,ઉપપ્રમુખ પ્રણવભાઈ વસાવા, નાંદોદ વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા, જિલ્લા મહામંત્રી જયેશ વસાવા, મેહુલ પરમાર, પ્રદીપ વસાવા, તથા સંજયભાઈ વસાવા ,જે.ડી વસાવા, પ્રતીક વસાવા, વિરલ વસાવા સહીત યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

(10:43 pm IST)