Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નર્મદા જિલ્લાની શરમજનક ઘટના : દીકરા વહુંના ત્રાસમાંથી વિધવા માતાને કરાવતી રાજપીપળા 181 અભયમ ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તાલુકા મથકના એક ગામે અનિલા બહેન ( નામ બદલેલ છે.) જેમનો દીકરો અને વહુ માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકતા તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા રાજપીપલા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે કાઉનસેલિંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

  મળતી માહિતી મુજબ અનિલા બહેન વિધવા છે.અને તેમના બે દીકરામાં નાનો દીકરો તેર વર્ષનો છે. અને મોટો દીકરો અને તેની વહુ છે. તેઓ બાજુનાં ઘરમાં અલગ રહે છે.તેમનો દીકરો વ્યસન કરીને વહુ અને માતાને  મારી પતિ પત્ની ભેગા મળી માતાને રોજ શારીરિક / માનસિક રીતે ત્રાસ આપતા હોય અભયમ ટીમે બને પક્ષોને શાંતિથી સમજાવ્યા અને કાયદાકીય માહિતીઓ આપ્યા બાદ તેમને ભૂલ સમજાય અને હવે પછી કોઈ પણ રીતે હેરાનગતિ નહિ કરીએ અને માતાને સારી રીતે રાખીશું તેમ જણાવતા આ પારિવારિક ઝગડાનું નિરાકરણ કરી 181 હેલ્પલાઇનની ટીમે સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(10:40 pm IST)