Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ફળનું ‘કમલમ’ નામકરણ બાદ સોશિયલ મીડિયા પર તરહ તરહના ફોટા-ક્વોટ મીમ્સનું વાવાઝોડું ફુંકાયું

ચીન જ્યારે 40 જવાનોને મારે છે અને જમીન પર કબ્જો કરી લે છે તો અહીં એપ બનાવાય : ચીન ભારતમાં ગામ વસાવે છે, તો અહીં ફળનું નામ બદલી દેવાય

અમદાવાદ :  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ચાઇનીઝ ફળનું નામકરણ કર્યું છે. હવેથી આ ફળ કમલમ તરીકે ઓળખાશે. તેના નામકરણ પાછળનું કારણ તેનું આકાર છે. ફળનું નામકરણ પછી સોશિયલ મીડિયા પર મીમ્સનું વાવાઝોડું પ્રસરી જવા પામ્યું છે. આ સંબંધમાં મીમર્સ તરહ તરહના ફોટા-ક્વોટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે

   ફળના નામકરણ પર એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે ચીન જ્યારે 40 જવાનોને મારે છે અને જમીન પર કબ્જો કરી લે છે તો અહીં એપ બનાવવામાં આવે છે. જ્યારે ચીન ભારતમાં ગામ વસાવે છે, તો અહીં ફળનું નામ બદલી દેવામાં આવે છે.

હકીકતમાં ગલવાનમાં ચીન અને ભારતના તણાવ પછી જ મોદી સરકારે દેશમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ તાજેતરના રિપોર્ટ મુજબ અરુણાચલ પ્રદેશમાં ચીને સરહદ પાસે ચાર કિલોમિટર અંદર એક ગામ વસાવ્યું છે. તેને લઇ વિપક્ષ હુમલાવર છે અને આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણીએ ફળનું નામ બદલવાનો નિર્ણય કરતા જણાવ્યું હતુ કે આ ફળ કેક્ટસ પર ઉગે છે. તેનું નામ ઠીક નથી, તેથી તેને બદલી દેવુ ઠીક છે. આ ફળ બહારથી કમળ જેવું દેખાય છે, તેથી તેનું નામ કમલમ હશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેનાથી રાજકારણનો કોઇ સંબંધ નથી. ભારતમાં આ ફળ મુખ્ય રીતે દક્ષિણ અમેરિકામાંથી આયાત કરવામાં આવે છે.  

હવે ભારતમાં પણ ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમમાં એક ખેડૂતનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ સબરવાલ નામના એક શખ્સે ટ્વીટ પર ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરી દેવામાં આવ્યું. અને તેની સાથે જ એ તમામ ફળોને કડક સંદેશ આપવામાં આવ્યો છે, જે ભારત સાથે ટકરાર કરવા માંગે છે. ડ્રેગન ફ્રૂટને પિટાયા, પિટાહાયા પણ કહેવાય છે. તેની ખેતી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયતનામમાં કરવામાં આવે છે. અમેરિકામાં તેને પિટાયા કહેવામાં આવે છે. બીજી ઘણી જગ્યાએ ફળને સ્ટ્રોબેરી પીયર પણ કહે છે.

(8:37 pm IST)