Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

બિચ્છુગેંગના ૧૨ સભ્યોની ગુજસીટોક હેઠળ ધરપકડ

વડોદરા શહેરમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો : ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો ભૂગર્ભમાં : ટોળકી માથે મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લૂંટ જેવા ગુનાઓ

વડોદરા, તા. ૨૦ : વડોદરા શહેરની માથાભારે ટોળકી બિચ્છુગેંગના ૧૨ સભ્યોની સામે ગુજસીટોક  હેઠળ કાર્યવાહી કરવાનો પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ્ ક્રાઈમ એક્ટ)ના કાયદા હેઠળ વડોદરા શહેરમાં આ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બાર લોકોનીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ફત્તેગંજ વિસ્તારમાં વહેલી સવારે મોડ પર આવેલા ત્રણ શખ્શોએ ચાકુની અણીએ બે વ્યક્તિઓને લૂંટી લીધા હોવાનો ઘટના ફત્તેગંજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે આ ઘટનામાં પોલીસે બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે. આ તમામ અસલમ બોડિયાની બિચ્છુ ગેંગના સભ્યો હતો. આ ટોળકી દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લુંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે.

અચાનક ફરીથી સક્રિય થયેલી અસલમ બોડીયાની ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ગુજસીટોક  હેઠળ ગુનો દાખલ કરીને અત્યાર સુધી બાર લોકોની ધરપકડ કરી છે. જો કે, ટોળકીનો મૂખ્ય સૂત્રધાર અસલમ બોડિયો ફરાર થઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસને છેલ્લા કેટલાક સમયથી હંફાવનાર નામચીન ગુનેગાર અસલમ બોડિયાની ગત ઓગષ્ટ મહિનામાં જ ભારે જહેમત બાદ ધરપકડ કરવામાં આવી હતી. હત્યા, રાયોટીંગ, અપહરણ, ધાક-ધમકી, ખંડણી, છેતરપિંડી અને દારૂ અને પાસા સહિતના ૬૯ ગુનાઓમાં સંડોવાયેલો નામચીન ગુનેગાર અસલમ બોડિયો લોક ડાઉન દરમિયાન લોકડાઉનના ભંગ કરવા બદલ બે ગુના તેમજ સરકારી કામમાં દખલગીરી કરવા બદલ ના ગુના સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ હતો. નવાપુરા વિસ્તારમાં રહેતો અસલમ હૈદર મિયા શેખ ઉર્ફે બોડિયાને જે તે સમયે વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની વિગતો મળતાં પોલીસે નાકાબંધી કરી હતી.

પોલીસને જોતાં જ અસલમ બોડિયો કાર લઇ વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ગામ તરફ ભાગી છૂટ્યો હતો. તે સમયે પોલીસે અસલમનો પીછો કરતા તે સાવલી તરફ જવાના માર્ગે ભાગ્યો હતો, પરંતુ ફાટક બંધ હોવાથી યુ ટનૅ મારી ફરી જરોદ તરફ ભાગ્યો હતો.પોલીસને જોતા તે ડિવાઇડર કુદાવી ઉમેટા તરફ ગયો હતો અને ત્યાંથી પરત ગોલ્ડન ચોકડી તરફ આવતાં નાકાબંધી જોઈ કારમાંથી ઉતરીને ભાગવા જતા પકડાઈ ગયો હતો. આ કિસ્સામાં લગભગ ૧૦૦ કિલોમીટરની રેસ બાદ અસલમ ઝડપાઈ ગયો હતો.

(7:32 pm IST)
  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST