Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

થરાદ તાલુકાના ભોરલ નજીક માઇનોર કેનાલમાં મધરાત્રે ગાબડું પડતા 15 હેકટરથી વધારે ખેતરમાં પાણી ફરી વળ્યાં

થરાદ:તાલુકાના ભોરલ અને ગડસીસરની માઈનોર કેનાલમાં અડધી રાત્રે ગાબડું પડતાં ચારે બાજુના ૧૫ હેક્ટરથી વધારે ખેતરમાં પાણી વાળવા બોટમાં ફેરવાયા તેમજ થરાદ તાલુકાના વિસ્તારમાં  રોજેરોજ કેનાલો ટુટવાના બનાવો બની રહ્યા છે . જેથી ખેડૂતોએ આક્રોશ સાથે  સહાયની માગણી  સરકાર પાસે કરી હતી તેમજ ખેતરોમાં પડેલો સુકા ઘાસચારો સહિત ઉભેલો પાક નષ્ટ થયો હતો.

વારંવાર તૂટતી કેનાલોથી ખેડૂતો દેવામાં પાયમાલ થયા છે . થરાદની ગઢસીસર માઇનોર કેનાલમા ભોરોલ પાસે ૨૦ ફૂટનું ગાબડું પડતા આજુ બાજુ ના ૧૦ ખેતરોમા પાણી ફરી વળતા ખેતરોમા ઉભેલા રાયડો અને જીરાના પાકને વ્યાપક નુકશાન થવાની સંભાવના જેમાં ઉલ્લેખનીય છે .કે થરાદ વાવ પથકમા કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યોએક બાજુ અત્યારે શિયાળુ પાકને પાણીની ખૂબ જરૃર હોય છે ત્યારે અમુક વિસ્તારોમા કેનાલોમા પાણીન આવતા હોવાથી ખેડૂતો આંદોલન કરી રહયા છે .ત્યારે બીજું બાજુ કેનાલોમા વધુ પડતું પાણી છોડવાના કારણે કેનાલોમા પાણી ઓવરફલો થાય છે .જેથી હલકી ગુણવતાના કારણે કેનાલો તૂટી રહી છે .જેમાં ગત ૨૪ કલાક પહેલા વાવ પથકમા બે ગાબડા પડયા હતા ત્યારે  ફરી એક વાર થરાદ તાલુકાના ગઢસીસર માઇનોર કેનાલ મંગળવારે વહેલા સવારે ભોરોલ ગામ પાસે કેનાલ મા૨૦ ફૂટ નું ગાબડું પડતા આજુબાજુમા આવેલા ૧૦ ખેતરોમા પાણી ફરી  વળતા ખેતરોમા ઉભેલા રાયડો જીરુંના પાક માં પાણી ફરી વળતા ઉભેલા પાક ને વ્યાપક નુકસાન થવા ની સંભાવના રહેલ છે .આ અંગે ખેડૂતોને ભારે આક્રોશ હતો કે નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ના કારણે કેનાલો ની હલકી ગુણવતા વાળું બાંધકામ કરવા મા આવતા કેનાલો વારંવાર તૂટવાના બનાવો બને છે .એવા આક્ષેપો ખેડૂતો કરી રહયા છે ત્યારે બીજી બાજુ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરતાં  નર્મદા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અને ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને ખેડૂતોએ વળતર માટે  રજૂઆત કરી હતી જેને લઈને નર્મદા વિભાગના અધિકારીઓએ ખેડૂતને  આપ્યું આશ્વાસન ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરી અને વળતર આપવાની આપી ખાતરી આપી હતી.

(5:17 pm IST)