Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મેઘરજના કુંભેરા નજીક બે દિવસથી દીપડાના પગલાં જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

મેઘરજ:તાલુકામાં જંગલ વિસ્તારો નજીક આવેલ ગામોમાં દીપડો દેખાવાની કેટલીયે વાર બૂમો ઉઠી હતી. બેડઝ વિસ્તારમાં બે વાર દીપડો દેખાયો હતો.

બે મહીના પહેલાં જોગીવંટા નજીક દીપડો દેખાવાની બૂમ ઉઠી હતી ત્યારે છેલ્લા બે દિવસથી મેઘરજ નજીક કુંભેરા ગામે દીપડાએ પહેલા દિવસે એક બકરાને ઉપાડી ગયો હતો. બીજા દિવસે પણ એક બકરાનું મારણ કરી અને બીજા એક બકરાના ગળાના ભાગે પકડતાં ઘર માલીકે બૂમાબૂમ કરતાં દીપડો બકરાને ઘાયલ કરી ભાગ્યો હતો.

 જેની જાણ ફોરેસ્ટ વિભાગને થતાં સેજાના વનકર્મી સ્થળ ઉપર જઈ દીપડાના પંજાની તપાસ કરતાં પંજાના નીશાન દીપડાના હોવાનું જણાઈ આવ્યું હતું જે બાબતે ફોરેસ્ટ વિભાગ સતર્ક થઈ પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી હતી.

કુંભેરા આજુબાજુના વિસ્તારોમાં પણ દીપડાને લઈને ડર વ્યાપ્યો છે. ખેડૂતો રાત્રીના સમયે પોતાના ખેતરોમાં જતાં ડરી રહ્યાં છે ત્યારે દીપડો ઝડપથી પાંજરે પુરાય તેવી ગ્રામીણ લોકોની માંગ ઉઠી છે.

(5:15 pm IST)