Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મોડાસા:રાજસ્થાનથી અમદાવાદ જતા ક્લૂઝરને શામળાજી નજીક અકસ્માત નડતા ગંભીર યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોડાસા: રાજસ્થાનના વલીયાખેડાથી મુસાફર ભરી અમદાવાદ જતા તુફાન કલુઝરને શામળાજી નજીકના નાપડા ગામની સીમમાં ગત ગુરૂવારની પરોઢે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ અને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા પરપ્રાંતીયનુ મોત નીપજયું હતું.

રાજસ્થાનાના ઉદેપુર જિલ્લાના વલીયાખેડા ગામના જગદીશભાઈ મીણાભાઈ ગત બુધવારના રોજ પોતાની તુફાન કલુઝર ગાડી લઈ અમદાવાદ મજૂર લેવા નીકળ્યા હતા.ગાડી અમદાવાદ જતી હોવાથી આજ ગામના અમરાભાઈ શંકરલાલ તેમજ ઈટાલીખેડા ગામના અમરાભાઈ કાનાભાઈ પણ આ કલુઝર ગાડીમાં સવાર થયા હતા.અને અન્ય એક ઈસમ પણ આ ગાડીમાં અમદાવાદ જવા બેઠો હતો.આ કલુઝર કાર શામળાજી-હિંમતનગર માર્ગે આવેલા નાપડા જાંગીર ગામની સીમમાં આવેલ એક હોટલ આગળ થી પસાર થઈ રહી હતી.ત્યારે પુરઝડપે હંકારાઈ રહેલ આ કલુઝરના આગળ જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં આ કલુઝર ધડાકાભેર ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં અમરાભાઈ શંકરભાઈ,અમરાભાઈ કાંનાભાઈ અને અન્ય સવાર શખ્શ ઘવાયા હતા.જયારે ચાલકને પણ વત્તા ઓછી ઈજાઓ પહોંચી હતી.પરંતુ ગંભીર રીતે ઘવાયેલ અમરાભાઈ કાનાભાઈ મીણા રહે.કુન્ડા (ખજૂરી), તા.સલુમ્બર, જી.ઉદેપુર ના પહોંચેલ ગંભીર ઈજાઓને લઈ તેઓને શામળાજી થી હિંમતનગર અને ત્યાર બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.પરંતુ જીવલેણ ઈજાઓને લઈ આ શખ્શ અમરાભાઈ કાનાભાઈ નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

(5:15 pm IST)