Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા દબાણો દૂર કરવા ગયેલ ટીમ સાથે સ્થાનિક લોકોનું ઘર્ષણ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતાં દબાણો દૂર કરવાની ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે વહીવટી વોર્ડ નંબર-2 માં સમાવેશ ગધેડા મારકેટ લક્ષ્મીનારાયણ સોસાયટી તરફ જવાના માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા દબાણો દૂર કરાયા બાદ સફાઈ તેમજ નવો રસ્તો બનાવવાની કામગીરી કરવામાં ના આવતી હોવાનો આક્ષેપ કર્યા હતા.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તામાં આવતા દુકાન દબાણો દૂર કરવાનું ગણિત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વારસિયા પોલીસ અને જીઈબી ટીમને સાથે રાખી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં કરવામાં આવેલા આડેધડ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા દ્વારા કમ્પાઉન્ડ વોલ  સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એક તબક્કે દબાણ શાખા અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સ્થાનિક રહીશો દબાણો દૂર કરવા સામે અમને કોઈ વાંધો નથી પરંતુ  લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે દૂર કરાયેલા દબાણો બાદ સફાઇની કામગીરી કરવામાં નહીં આવે તો આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે

(5:12 pm IST)