Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

Ips લેવલે એસપીથી ડીજી લેવેલની બઢતી પ્રક્રિયાને સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું ગ્રહણ ?

પ્રમોશન માટે DPC મળી ગઈ પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગળા ડૂબ તંત્ર અને રાજકીય મહાનુભાવો : જાહેરનામા પહેલા વચલો રસ્તો કે પછી કેશવ કુમાર વિગેરે નિવૃત્ત્। થાય ત્યા સુધી રાહ જોવાશે? હોટ ટોપિક

 રાજકોટ તા.૨૦, આઈપીએસ લેવલે એસપી થી લઇ ડીજી લેવલે બઢતી આપવા માટે ગત ૬ તારીખે જ DPC બેઠક મળી ગયા બાદ અને સમગ્ર તંત્ર અને અને બીજી તરફ cm થી લય અન્ય મહાનુભાવો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં વધુ ને વધુ લોકાપર્ણ પ્રોજેકટ પૂર્ણ કરવા માગતા હોવાથી આવા ફેરફારો સામે પ્રશનનાર્થ સજર્યો છે.    

Sp લેવલે વાત કરીએ તો ૨૦૦૭ બેચના એસપીઓને કે જેમાં જામનગર એસપી દીપેન ભદ્ર અને ખેડા એસપી દિવ્ય મિશ્રા વિગેરે નો સમાવેશક છે તેમને DIG તરીકે નિયમ મુજબ બઢતી આપવાની થાય છે.  હવે આ લેવલે બઢતી આપવા જતા એસપી અને dig લેવલે મોટા ફેરફાર કરવા પડે જે માટેનો અભ્યાસ કરી પોષ્ટીગ આપવા માટેનો સમય નથી તંત્ર પાસે કે નથી રાજકીય મહાનુભાવો પાસે.                            

જોકે ડીઆઇજી લેવલે એક માત્ર બઢતી માટે ભાવનગર રેન્જ વડા અશોક કુમાર યાદવ છે તેમને મૂળ સ્થાને હાલ તુરત આ સ્થાન અપ ગ્રેડ કરી આઇજી નું બનાવી બઢતી આપવાનો વિકલ્પ છે.આજ રીતે આઇજી લેવલે લો એન્ડ ઓર્ડર ના આઇજી નરસિહમા કોમારને પણ તેવી એડી ડીજી ના ચાર્જમાં છે ત્યાં જ હાલ તુરત કાયમી કરી શકાય.

આજ રીતે સુરત રેન્જ વડા રાજકુમાર પાન્ડિયનને ભૂતકાળમાં કામ ચલાવ રીતે શિવાનંદ ઝા અને જી.એસ.મલ્લિકને એડી.ડીજી તરીકે સુરત રેન્જ મા હાલ તુરત બઢતી આપી શકાય.                             

જો કે આ બધી જો અને તો ની વાત છે આમ તો જિલ્લા લેવલે પણ જાજા ફેરફાર વગર પણ બઢતી આપી શકાય પરંતુ એવું થવાની શકયતા આઇપીએસ અધિકારીઓમાં ઓછી છે.             

આ જ  રીતે ડીજી લેવલે એક ખાલી જગ્યા છે તેમાં બઢતી માટે હકદાર વિકાસ સહાય ને બઢતી આપવામાં આવે તો પણ પ્રશ્ન હાલ તુરત હાલ થાય.જોકે મોટા ભાગના એવું માને છે કે જો ઓર્ડર તુરત  ન થાય તો પછી acb વડા કેશવ કુમાર એપ્રિલમાં નિવૃત્ત્। થશે ત્યારે જ આ બધા ઓર્ડર થશે.

(2:57 pm IST)
  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST