Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ સ્પા મસાજ પાર્લરમાં યુવતિનું શંકાસ્પદ મોત : ચકચાર

કોઈ સાથે ઝઘડો થયાની પણ વાતો : ડિપ્રેશનમાં આવી તેણીએ આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચાઓ

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ વાઈસરોય શોપિંગમાં બીજા માળે ચાલી રહેલ સ્પા મસાજ પાર્લરમાં યુવતીનું શંકાસ્પદ મોત નિપજયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને શોપિંગ સેન્ટરમાં ચકચાર મચી જવા પામી છે.

 સુરતમાં આવેલ અવધ વાઈસરોય શોપિંગ સેન્ટર આવેલું છે. ત્યા બીજા માળ પર છેલ્લા કેટલા સમયથી સ્પા મસાજ પાર્લર ચાલી રહ્યું હતું. જો કે, આ મસાજ પાર્લરમાં યુવતી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને યુવતીની લાશને પીએમ માટે ખસેડવામાં આવી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું સામે આવ્યું છે અને તે છેલ્લા કેટલા સમયથી આ પાર્લરમાં કામ કરી રહી હતી.

જો કે, આ યુવતીનો ગતરોજ કોઈની સાથે ઝગડો થયો હોવાની વાત સામે આવી રહી છે જેથી તે ડિપ્રેશનમાં આવી તેણીએ આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે પોલીસે પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે અને પાર્લરમાં બીજા લોકો કામ કરી રહ્યા છે તે લોકો અને આસપાસના લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામા આવી રહી છે.

(8:56 pm IST)
  • આઇપીએલમાં હરભજન ચેન્નાઇ તરફથી રમતો જોવા નહિ મળે : ભજજીએ ટવીટ કરી જાણકારી આપી કે ચેન્નાઇ સાથે મારો કરાર પૂર્ણ થઇ ગયો છે. આ ટીમ માટે રમવુ એક સુખદ અનુભવ હતો. હું એ યાદગાર પણ હમેંશા યાદ રાખીશ ચેન્નાઇ સુપર કીંગ્સનું મેનેજમેન્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર access_time 4:03 pm IST

  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST