Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

લોકરક્ષકદળ ભરતી મામલે બિન અનામત વર્ગના સમર્થનમાં કરણી સેના: આંદોલન કરવાની ચીમકી

વિરોધ કરીને 1-8-2018ના પરિપત્રને રદ્દ ન કરવા માટે કલેકટરને આવેદન આપ્યું

અમદાવાદ : એલઆરડી ભરતી મામલે બિન અનામત વર્ગના સમર્થનમાં કરણી સેનાએ ઝુકાવ્યું છે ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના સમર્થનમાં હવે કરણી સેના પણ આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓને અન્યાય ન થાય તે માટે રાજપૂત કરણી સેનાએ ગાંધીનગરના જિલ્લા કલેકટર કચેરી પાસે વિરોધ કરીને 1-8-2018ના પરિપત્રને રદ્દ ન કરવા માટે કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદન આપવાની સાથે-સાથે ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

   આ બાબતે કરણીસેનાના વડા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આટલા વર્ષો સુધી આનો લાભ અનામત વર્ગના લોકોને મળતો રહ્યો છે અને અત્યારે બિન અમાનત વર્ગના લોકોને જ્યારે લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે અનામત વર્ગના લોકોએ તેની સામે અવાજ ઉપાડ્યો છે અને 70 વર્ષથી આનો ભોગ બિન અનામત વર્ગના લોકો બની રહ્યા છે.

(11:53 pm IST)