Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સાયરામાં હત્યા કેસ : યુવતીની લટકતી લાશની ઉંચાઈ લેવાઈ

પીડિત પરિવારની સીટ ટીમે મુલાકાત લીધી : તપાસમાં કેટલીક નવી ચોંકાવનારી માહિતી સપાટી ઉપર આવે તેવી સંભાવના : દુષ્કર્મ-હત્યા મુદ્દે હાલમાં આંદોલન

અમદાવાદ,તા. ૨૦ : અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના સાયરા ગામની યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટના મુદ્દે ચાલી રહેલા આંદોલન અને પોલીસની કામગીરી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે રાજ્ય પોલીસ વડાએ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી છે. ત્યારે સીઆઈડી ક્રાઈમની રચાયેલી સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ) ટીમ ગઈકાલે ઘટના સ્થળે યુવતીની લટકતી લાશની ઊંચાઈ માપી હતી અને પીડિત પરિવારની મુલાકાત લઇ તપાસનો ધમધમાટ રૂ કર્યો હતો. જેને લઇ સમગ્ર ગામમાં ભારે ઉત્તેજના અને ચકચારનો માહોલ છવાયો હતો. સાયરાના ચકચારભર્યા ગેંગ રેપ અને મર્ડર કેસમાં ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. જ્યારે એક હજુ પણ ફરાર છે. શનિવારે કોર્ટમાં એક આરોપીએ રેપ કર્યાનું સ્વીકાર્યું છે ત્યારે કેસમાં રચાયેલી સીટની ટીમે સાયરામાં યુવતીની લટકતી લાશ મળે ત્યાં આસપાસના વિસ્તારમાં સર્ચ કર્યુ હતું.

           ત્યાં વડની યુવતીનો લટકતો મળેલા મૃતદેહ સુધીની ઊંચાઈ માપવામાં આવી હતી. જ્યારે યુવતીના પરિવાર પાસે પહોંચીને સીટની ટીમે મુલાકાત કરી બેઠક કરી હતી. રચના કરાયાના બીજા દિવસથી જીૈં્એ તપાસ તેજ કરી દીધી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ શનિવારે સીઆઈડી ક્રાઈમની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની જાહેરાત કરી હતી. સીઆઇડી ક્રાઈમના ડીઆઇજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપીઁ અશ્વિન પટેલનો સીટમાં સમાવેશ કરાયો છે. કેસમાં ગંભીર બેદરકારી બદલ તત્કાલીન મોડાસા ટાઉન પીઆઈ નાગજી કે રબારીને સસ્પેન્ડ કરાયા હતા.

            ઉલ્લેખનીય છે કે, મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય અનુસૂચિત જાતિ સમાજની યુવતીના અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં શુક્રવારે એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારી હતી. જેમાં એફઆઈઆર નોંધવાથી લઈ, આરોપીઓની ધરપકડ સંદર્ભે રાજ્ય સરકારે માનવ, મહિલા અને એસ.સી અધિકારીઓના તેમજ તપાસ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી ? તેનો વિસ્તૃત અહેવાલ ૧૫ દિવસમાં આયોગને સોંપવા ચીફ સેક્રેટરીને તાકીદ કરી હતી. મોડાસાના સાયરા(અમરાપુર)ની ૩૧મી તા.ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી લાશ તા. જાન્યુઆરીએ મળી હતી. કેસમાં હવે સીટ દ્વારા તપાસનો ધમધમાટ રૂ કરવામાં આવતાં કેસમાં નવી અને ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પૂરી શકયતા છે

(8:37 pm IST)