Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પ્રાંતિજ તાલુકાના સદાનામુવાડા નજીક રસ્તા પર વાળવાની ના પાડતા બે શખ્સો બાખડયા: સામસામે હુમલામાં એકનું મૃત્યુ નિપજતા અરેરાટી

પ્રાંતિજ:તાલુકાના સદાના મુવાડા ગામની સીમમાં શુક્રવારે ખેતરમાં આવવા જવાના રસ્તા પર શિવસિંહ મફતસિંહ રાઠોડ તેમજ સોમસિંહ રાઠોડે પાણી વાળતાં  રમણસિંહે પાણી રસ્તા પર વાળવાની ના પાળતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

 તેથી  રમણસિંહેકાળુસિંહ ધુળસિંહ રાઠોડને ફોન કરીને ખેતરમાં બોલાવ્યા હતા જેથી તેઓ રસ્તામાં પાણી વાળવા બાબતે સમજાવવા ગયા હતા ત્યાં ત્રણે ઈસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈ  ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા સમયે પ્રવિણસિંહ સોમસિંહ રાઠોડે હાથમાં લીંમડાનું જાડુ લાકડુ લઈ જીતેન્દ્રસિંહ ધુળસિંહ રાઠોડને માથાના ભાગે ફટકારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો જયાં સારવાર દરમ્યાન જીતેન્દ્રસિંહ ધુળસિંહ રાઠોડનું મોત નિપજયું હતું.

અંગે સદાના મુવાડા ગામના કાળુસિંહ ધુળસિંહ રાઠોડે ત્રણ ઈસમો વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે જેમાં (1)શિવસિંહ મફતસિંહ રાઠોડ (2)સોમસિંહ ધુળસિંહ રાઠોડ (3) પ્રવિણસિંહ સોમસિંહ રાઠોડ(તમામ રહે.સદાના મુવાડા,તા.પ્રાંતિજ,જીલ્લો-સાબરકાંઠા)પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)