Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સુરતના વરાછામાં મધ્યરાત્રીએ શખ્સે હાથની નસ કાપ્યા બાદ ટેમ્પાની એંગલમાં ફાસો ખાતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના વરાછામાં શનિવારે મોડી રાતે જાહેરમાં  ડાબા હાથની નસ કાપ્યા બાદ રૂણે ટેમ્પાના એંગલ સાથે કપું બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા ઘનશ્યામ નગરમાં રહેતો રૂ મનોજ ચૌધરીએ શનિવારે મોડી રાતે વરાછા રોડ પર જગદીશ નગરમાં ગાર્ડન નજીક પાર્ક કરેલા ટેમ્પા પાસે ડાબા હાથની નસ કાપી નાંખી હતી.બાદમાં તેણે લોહી નીકળી રહેલા ભાગ પર કપડુ બાંધ્યુ હતુ. ત્યારપછી તેણે ટેમ્પાના પાછળના ભાગે લોખંડના એંગલ સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ત્યાં નજીકમાં શૌચાલયમાં આવેલા વ્યકિતની તેના પર નજર પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. તે મૂળ નેપાળનો વતની હતો. તે અગાઉ છુટક કામ કરતો હતો. અને હાલમાં ચાઇનીઝની લારી પર કામ કરતો હતો. તેની પાસે મળેલા મોબાઇલમાં નીકળેલા નંબરના આધારે તેની ઓળખ થઇ હતી. અંગે વરાછા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:40 pm IST)