Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડમાં 6 કલાકસુધી પાણી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

સુરત:મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રવિવારે સવારે કેટલાક વોર્ડ અને વિભાગમાં ચારથી  કલાક સુધી પાણી નહીં આવતા દાખલ દર્દી અને તેમના સંબંધીઓએ પરેશાની ભોગવવી પડી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં રવિવારે સવારથી કેટલાક વોર્ડઅમુક ઓપરેશન થિયેટર અને વિવિધ વિભાગમાં પાણી આવ્યું હતુ. વોર્ડમાં દાખલ દર્દીઓતેમના સંબંધીઓડૉકટર સહિતના કમર્ચારીને ચારથી કલાક સુધી પાણી વાપરવા નહીં મળતા  કેટલાક દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. બપોરે ફાયરબ્રિગેડની ગાડી પાણી લઇને આવી હતી અને બાદમાં પાણી ટાંકીમાં ચઢાવ્યા પછી વિવિધ વોર્ડ સહિતના વિભાગમાં પાણી પહોંચાડાયું હતું. જેથી તમામે રાહત અનુભવી હતી. સ્મીમેર હોસ્પિટલના ડૉકટરે કહ્યું કેસ્મીમેરમાં પાણીની મેઇન લાઇનનો પાઇપ ફાટી ગયો હતો. જેના કારણે પાણી આવ્યુ હતું. દર્દીને તકલીફ નહીં પડે તે માટે પાણીનું ટેન્કર મંગાવ્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલમાં રૂરી વિભાગ કે વોર્ડ પાસે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી નથી. જેના કારણે આવી અનેક વાર સમસ્યા સર્જાઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

(5:39 pm IST)