Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મહીસાગરના વીરપુરના લિમ્બરવાડાની સીમમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મૃતદેહ 15 વર્ષના રાયસન ઠાકોરનો હોવાનું ખૂલ્યું: પરિવારજનોમાં આક્રંદ

મહીસાગર : મહીસાગર જિલ્લાના વીરપુરના લિંબરવાડા ગામે એક ગોઝારી ઘટના ઘટી છે. આજે સવારે ગામના ખેડૂતો જયારે સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 15 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોવા મળી હતી. આ લાશે દેખા દેતા લોકોના ટોળેને ટોળા એકઠા થઈ ગયા હતા. વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ થતા જ લોકોએ તેની ઓળખ કરી બતાવી હતી

   પ્રાપ્ત અહેવાલો મુજબ આ મૃતદેહ 15 વર્ષના રાયસન ઠાકોરનો હોવાનું ખૂલ્યું હતું. રાયસન 10માં ધોરણનો વિદ્યાર્થી છે. જોકે, આ મૃતદેહ મળી આવ્યા પછી પણ હત્યા હતી કે આત્મહત્યા તેનો ખુલાસો થયો નથી.

   રાયસનના પરિવારજનોને આ ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી દીધી હતી. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો .

(1:27 pm IST)