Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સાળાની પત્ની સાથેના બનેવીના પ્રેમનો કરૂણ અંજામઃ હત્યાનો ભેદ ઉકેલાયો

સાળાની પત્નીને બનેવીએ હાથ-પગ બાંધી, કેફી પીણુ પાઇ, ગળાટુંપો દઇ હત્યા કરેલી : સાણંદ તાલુકાના તેલાવ ગામની ઘટનાઃ કે.ટી.કામરીયા ટીમને વધુ એક સફળતા

રાજકોટ, તા., ર૦: તાજેતરમાં સાણંદ તાલુકાના તેલાવ ગામની કેનાલમાંથી દોરડાથી હાથ અને પગ બાંધેલી લાશ મળી હતી તેના રહસ્ય પરથી પડદો હટાવવામાં ફરી એક વખત સાણંદના ડીવાયએસપી કે.ટી.કામરીયા ટીમને એસપી અમદાવાદ રૂરલ આર.વી.અસારીના માર્ગદર્શન નીચે સફળતા સાંપડી છે. આ મામલામાં બનેવી જ પોતાના સાળાની પત્નીની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી.

ઉકત બાબતે સાણંદના વિભાગીય પોલીસ વડા કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મૃતક યુવતી કે જેની લાશ મળી હતી તેના પિતાએ પોલીસને જાણ કરતા જ લાશનો ભેદ ઉકેલવા પારીવારીક  માહોલની ચર્ચા દરમિયાન એવું જણાવેલ કે તેમની પુત્રી કોમલે અજય પટેલ સાથે લગ્ન કર્યા હતા તેમની સ્થિતિ સારી ન હોવાથી તેમના બનેવી હીતેન્દ્રભાઇ તેમને મદદ કરતા હતા અને મકાન પણ લઇ આપ્યું હતું. બનેવી હિતેન્દ્રભાઇ સાળાની પત્ની સાથે પ્રેમમાં પડયા હતા. જેને કારણે પતિ સાથે છુટાછેડા  લીધા હતા. હિતેન્દ્રભાઇને સંતાન ન હોવાથી સાળાની વહુને પોતાના ઘેર રાખતા હતા.

તા.પના રોજ હિતેન્દ્રભાઇ કોમલબેન અને હિતેન્દ્રભાઇના પત્ની બાળકને ઘેર મુકી  બહાર ગયા હતા, પરત આવ્યા બાદ બાળકને તેના પુર્વ પિતા અજયભાઇ પટેલ પાસે મુકી  ઉકત બંન્ને ફરાર થઇ ગયા હતા. પોલીસને એવી શંકા છે કે હિતેન્દ્રભાઇ કોમલબેનને હાથ પગ બાંધી કેફી પીણુ પીવડાવી અને ગળે ટુપો આપી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. અત્રે યાદ રહે કે ડીવાયએસપી કે.ટી.કામરીયા ટીમે આ અગાઉ પણ બ્લાઇન્ડ કેશ જેવો લાશનો ભેદ ઉકેલેલો જેમાં લાશના નાના-નાના ટુકડા થયા હતા. (૪.૮)

(1:08 pm IST)