Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ટ્રોમામાં રહેલી મોડાસા(સાયરા)ની યુવતીનું નિવેદન સીઆઇડી માટે મહત્વનું

સમગ્ર ગુજરાતમાં ચકચારી અને બે રાજકારણીઓ વચ્ચે તું તું મેં મેં માટે નિમિત બનેલી ઘટનામાં રવિવારે પણ ડીઆઇજી ગૌતમ પરમાર ટીમ દ્વારા તપાસનો ધમધમાટઃ ઘટના સ્થળે પહોંચી માપો લેવાયાઃ પરીવારના નિવેદનો નોંધાયાઃ યુવતી ઝડપથી કઇ રીતે સ્વસ્થ થાય ? તજજ્ઞ તબીબોનો સંપર્ક શરૂ

રાજકોટ, તા., ર૦: સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર અને એક ધારાસભ્ય તથા એક સંસદસભ્ય વચ્ચે જે ઘટનાને કારણે તું તું મેં મેં થઇ, જે ઘટના ગુજરાતના નિભર્યા કાંડના નામે જાણીતી બની હતી તેવી મોડાસાના સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષની યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા બાદ ઝાડ પર લાશ લટકાવી દેવાના  બહુ ચર્ચીત મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સુપ્રત થતા જ સીઆઇડીના ડીઆઇજી કક્ષાના ગૌતમ પરમાર ટીમે રવિવારની રજાના દિવસે પણ ગામની મુલાકાત લઇ ઘટના સ્થળ પર જરૂરી માપો લઇ પરીવાર તથા અન્યોની સઘન પુછપરછ કરવા સાથે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સીઆઇડી સુત્રોમાંથી અકિલાને સાંપડતા  નિર્દેશ મુજબ પીડીતા યુવતી હાલમાં ટ્રોમા જેવી હાલતમાં હોવાથી આ યુવતી સ્વસ્થ થયે તેણી જે નિવેદન આપે તે ખુબ જ અગત્યનું હોવાથી સીઆઇડી દ્વારા તબીબો સાથે સંપર્ક કરવા સાથે આ યુવતીને કઇ રીતે હિંમત આપી શકાય તે માટે તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

આ ઘટનામાં જેમની બેદરકારી ખુલી હતી તેવા પીઆઇ રબારીને રાજયના પોલીસ વડાએ સસ્પેન્ડ કરી નાખ્યા છે. એક તબક્કે  આ અધિકારીનું નામ ફરીયાદમાં દાખલ કરવા સાથે એસપી સામે પણ કેટલાક આક્ષેપો થયા હતા. વાતાવરણ તંગ બન્યાને પગલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૩ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર ભરવાડે સરંન્ડર કરેલ. સતીષ નામનો જે આરોપી ફરાર છે તેને કોઇ પણ સંજોગોમાં ઝડપી લેવા સીઆઇડી ટીમ સક્રિય બની છે. આરોપીઓ હાલ રિમાન્ડ પર છે.

(12:29 pm IST)